Circular regarding conducting social audit regarding implementation of RTE at school level

Circular regarding conducting social audit regarding implementation of RTE at school level

 After the implementation of the Right to Education Act 2009, a social audit will be conducted in all the primary schools of the state to know the extent to which it has been implemented in the schools and now in the year 2020/21 also a social audit has to be done.  The format for this is included in the enclosure.  The following committee should be formed to conduct social audit at school level

 (1) Guardian member – who is not a member in SMC

 (2) Guardian member who is a member in SMC

 (3) Principal

 (4) A teacher

 (5) A member from the Gram Sabha

 (6) disadvantaged or weaker SMC member: 

Requirement of social audit

There is also a need to conduct social audit of the school to maintain transparency in the implementation of RTE and also to increase community participation.

 Follow-up on social audit:

 Social audits have to be done twice a year.  The first social audit was to be done at the beginning of the session but in the period of Corona epidemic when the academic session was not started in the schools, the school level was completed by the time the school started.  During the regular visit of the school by O. to follow up on the matter and submit a certificate to the BRC CO.O as to whether all the schools have been socially audited, then BRC CO.O.  Submit the certificate of all the schools at the district level, then the DPC will send the certificate of social audit in all the government primary schools of the district to the office here.  Thus, for the second phase, social audit was completed at school level by CRC CO.  Certificate of whether all the schools have been socially audited by following up the matter during the regular school visits by O. BRC CO.  O., then BRC CO.O. submits the certificate of all the schools at the district level, then the DPC sends the certificate of social audit of all the government primary schools in the district to the office here.  This includes the Gujarati translation of the English version of the social audit format sent by the Government of India.  In addition, to keep the missing and declining issues mentioned in the social audit report done at the school level in the school development plan, keep the concerned informed from your level.

Useful For You:  Announcement to give free admission in private school to children of weak and deprived group in standard 1 in academic year 2020/21 in Gujarat|RTE Gujarat 2020/21 Online Apply @ rtegujarat.org

શાળા કક્ષાએ RTE ની અમલવારી સંદર્ભે સોશિયલ ઓડિટ કરાવવા બાબત પરિપત્ર 

રાઇટ ટુ એજયુકેશન એકટ 2009 ના અમલીકરણ થયા બાદ શાળાઓમાં કેટલા અંશે તેની અમલવારી થઈ છે તે જાણવા માટે રાજયની તમામ પ્રાથમિક શાળાઓમાં સોશિયલ ઓડિટ હાથ ધરવામાં આવેલ હશે જ અને હવે વર્ષ 2020/21 માં પણ સોશિયલ ઓડિટ કરવાનું થાય છે . આ માટેનું ફોર્મેટ બિડાણમાં સામેલ છે . શાળા કક્ષાએ સોશિયલ ઓડિટ કરવા માટે નીચે મુજબની એક સમિતિની રચના કરવાની રહેશે 

(1)વાલી સભ્ય – જે SMC માં સભ્ય ન હોય 

(2) વાલી સભ્ય જે SMC માં સભ્ય હોય 

(3)આચાર્ય 

(4) એક શિક્ષક 

(5) ગ્રામસભામાંથી એક સભ્ય 

(6)વંચિત કે નબળા વર્ગના SMC સભ્ય 

સોશિયલ ઓડિટની જરૂરિયાતઃ 

RTE ના અમલીકરણમાં પાદરર્શિતા જળવાય અને સમુદાયની સહભાગીતા વધારવા માટે પણ શાળાનું સોશિયલ ઓડિટ કરવાની જરૂરિયાત છે.આ સોશિયલ ઓડિટનો અહેવાલ ગ્રામસભામાં પણ રજૂ કરવાનો રહેશે . 

સોશિયલ ઓડિટ અંગેનું ફોલોઅપઃ 

સોશિયલ ઓડિટ વર્ષમાં બે વખત કરવાનું હોય છે . પ્રથમ સોશિયલ ઓડિટ સત્રની શરૂઆતમાં કરવાનું થતું હતું પરંતુ કોરોના મહામારીના સમયગાળામાં જયારે શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થયેલ ન હોવાથી જયારે શાળા શરૂ થાય ત્યારે શાળા કક્ષાએ પૂર્ણ કરી CRC CO. O. દ્રારા શાળાની થતી નિયમિત મુલાકાત દરમિયાન સદર બાબતે ફોલોઅપ કરી તમામ શાળામાં સોશિયલ ઓડિટ થયેલ છે કે કેમ તે અંગેનું પ્રમાણપત્ર BRC CO.O ને સબમીટ કરે , ત્યારબાદ BRC CO.O. તમામ શાળાનું પ્રમાણપત્ર જિલ્લા કક્ષાએ સબમીટ કરે , ત્યારબાદ ડીપીસીશ્રી દ્રારા જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં સોશિયલ ઓડિટ થયેલ છે તે અંગેનું પ્રમાણપત્ર અત્રેની કચેરીને મોકલી આપે . આજ પ્રમાણે બીજા તબકકા માટે સોશિયલ ઓડિટ શાળા કક્ષાએ પૂર્ણ કરી CRC CO. O. દ્રારા શાળાની થતી નિયમિત મુલાકાત દરમિયાન સદર બાબતે ફોલોઅપ કરી તમામ શાળામાં સોશિયલ ઓડિટ થયેલ છે કે કેમ તે અંગેનું પ્રમાણપત્ર BRC CO. O. ને સબમીટ કરે , ત્યારબાદ BRC CO.O.તમામ શાળાનું પ્રમાણપત્ર જિલ્લા કક્ષાએ સબમીટ કરે , ત્યારબાદ ડીપીસીશ્રી દ્રારા જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં સોશિયલ ઓડિટ થયેલ છે તે અંગેનું પ્રમાણપત્ર અત્રેની કચેરીને મોકલી આપે . સોશિયલ ઓડિટનું ફોર્મેટનું ભારત સરકાર દ્રારા મોકલેલ અંગેજીનું ગુજરાતી અનુવાદ આ સાથે સામેલ છે શાળા કક્ષાએ સોશિયલ ઓડિટની ફાઇલ નિભાવવા સંબધિતોને જાણ કરવાની રહેશે . વધુમાં શાળા કક્ષાએ કરવામાં આવેલ સોશિયલ ઓડિટ રીપોર્ટમાં જણાવવામાં આવેલ ખૂટતી અને ઘટતી બાબતોને શાળા વિકાસ યોજનામાં સમાવેશ કરવા સંબધિતોને આપની કક્ષાએથી જાણ કરવાની રાખશો

Useful For You:  Teachers And Students First Aid Training Circular And Download "First Aid for Students and Teachers"(FAST) App

➡️Download Paripatra 




Leave a Comment